Gujarati Quote in News by Taja Samachar

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હેપી ન્યુ યરઃ માતૃભારતીના તમામ વાંચકોને ન્યુઝ ડેસ્કના હેપી ન્યુ યર. છેલ્લા થોડા સમચથી શરૂ કરાયેલ આ પ્રયત્નને વાંચકોએ વધાવવા બદલ આભાર. આપનો સાથ આમને આમ જ આપતા રહેશો તેવી આશા. વિતેલા વર્ષે આપણે બધાએ કમરતોડ મોંઘવારી અનુભવી હતી, આશા છે કે નવા વર્ષે તેમાંથી થોડી રાહત મળશે. ભૂતકાળની ભૂલોમાથી બોધપાઠ લઇને, ભૂલોને સુધારી નવા વર્ષને આવકારીએ અને કંડારેલા સ્વપ્નોને પૂર્ણ કરવા તરફની કૂચ સૌને ફળદાયી નીવડે તેવી અભ્યર્થના.

ન્યુ યર ગિફ્ટઃ વિતૈલા વર્ષ 2018માં જનતાએ પેટ્રોલ-ડીઝલથી માંડીને ઘરગથ્થુ ચીજોમાં અસહ્ય મોંઘવારી અનુભવી છે ત્યારે ગઇ કાલે મોડી રાત્રે સરકારે ગૃહિણીઓને ન્યુ યર ગિફ્ટ રૂપે રાંધણ ગેસમાં રૂ. 120નો ઘટાડો કર્યો છે. જેમાં સબસિડીવાળા સિલિન્ડરમાં રૂ. 5.91નો ઘટાડો કર્યો છે. તેમજ સબસિડી વિનાના ગેસ સિલિન્ડરમાં રૂ. 120નો ઘટાડો કર્યો છે.

ગુજરાતઃ તાજેતરમાં જ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્યારે હાજરી પૂરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીનું નામ બોલાતા તે ‘યસ સર’ કે ‘પ્રેઝન્ટ સર’ બોલે છે પરંતુ તેના બદલે આજથી એટલે કે 1 જાન્યુઆરી 2019થી વિદ્યાર્થીઓએ ‘જય હિંદ, જય ભારત’ બોલવાનું રહેશે.

આંતરરાષ્ટ્રીયઃ નવા વર્ષમાં ચીનમાં ટેક્સ કલેક્શન ઓથોરિટીએ નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ અનુસાર કોઇપણ બિઝનેસમેન, કંપની કે વ્યક્તિ કે જેણે કર ભરવાનો બાકી હોય તો તે દેશ છોડીને બહાર જઇ શકશે નહી. નવા નિયમના દાયરામાં શરૂઆતમાં આવા કારોબારી, કંપનીઓ અને નોકરી કરતા લોકો આવશે, જેની પર 1 લાખ યૂઆન (રૂ. 10.26 લાખ) નો કર ભરવાનો બાકી હોય. આવા લાકોની દરેક જાણકારી અટલે કે આઇ કાર્ડ, બેન્ક એકાઉન્ટ નંબર અને પાસપોર્ટની વિગતો ટેક્સ ઓથોરિટી પોતાના બ્લેકલિસ્ટમાં નાખી દેશે.

ઓફબીટઃ 99 વર્ષના એક વયોવૃદ્ધ ફાઇલિસ પોટિંગને તેમની મંગેતર બિલ વોકરના હાથથી લખેલો એક લવ લેટર 77 વર્ષ પછી મળ્યો છે. વોકર સેનામાં હતા. 1941માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમનું જહાજ એટલાંટિક મહાસાગરમાં ડૂબી ગયું હતુ. પોટિંગ ભારતમાં વિલ્ટશાયર રેજીમેન્ટમાં તહેનાત હતા. ફાઇલિસે લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. જોકે બિલ તરફથી કોઇ જવાબ ન આવતા ફાઇલિસને લાગ્યું હતું કે બિલનું મન બદલાઇ ગયું છે.

કુંભઃ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પ્રયાગરાજમાં 14 જાન્યુઆરીથી 4 માર્ચ સુધી કુંભ મેળો યોજાનાર છે. આમ તો આ અર્ધકુંભ છે, પરંતુ ચૂંટણી વર્ષ હોવાના કારણે તેની તૈયારી કુંભમેળા જેવી છે. 2012માં આ મેળાનું બજેટ રૂ. 200 કરોડ હતું. પરંતુ ચાલુ વર્ષ ચૂંટણી વર્ષ હોવાના કારણે ઉત્તરપ્રદેશ સરકારે તેનું બજેટ 12 ગણુ વધારીને રૂ. 2500 કરોડ કર્યું છે. આ કુંભમાં 15 કરોડ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. મેળામાં સેંકડો કાઉટર પર ડેબિટ કાર્ડ બનાવવામાં આવશે. તેથી રોકડાની જરૂર પડશે નહી.

વોર મેમોરિયલઃ 60 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આખરે નેશનલ વોર મેમોરિયલ બનીને તૈયાર થઇ ગયું છે. સુરક્ષા અધિકારીઓના અનુસાર પીએમ નરેન્દ્ર મોદી તેનું 25 જાન્યુઆરીના રોજ ઉદઘાટન કરશે. આની પાછળ રૂ. 176 કરોડનો ખર્ચ કરાયો છે. આ મેમોરિયલ આઝાદીના વિભિન્ન યુદ્ધો અને ઓપરેશનોમાં શહીદ થનારા 22,600થી વધુ સૈનિકોના સન્માનમાં બનાવવામાં આવ્યું છે.

માર્કેટઃ નવા વર્ષની આસપાસ રજાને કારણે માર્કેટમાં ઓછા વોલ્યુમો જોવા મળે તેવી શક્યતા છે. જોકે SGX નિફ્ટી સહિતના વૈશ્વિક પ્રવાહો 1 જાન્યુઆરીના રોજ ફ્લેટ સ્ટાર્ટ લે તેવી શક્યતા છે. નિફ્ટીમાં નજીકનો મહત્ત્વનો સપોર્ટ 10,778-10,765 છે. જો નિફ્ટી 10,765ની નીચે ધકેલાશે તો મંદીવાળાઓનું જોર વધશે એવી આશા નિષ્ણાતો સેવી રહ્યા છે.

Gujarati News by Taja Samachar : 111069312
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now