ઈચ્છા થઈ આજે ડૉક્ટર બનું.....
પણ પ્રશ્ર્ન થયો હું સમજી શકીશ દર્દ??
ઈચ્છા થઈ આજે એન્જિનિયર બનું....
પણ પ્રશ્ર્ન થયો સાકાર થશે લોકોના સપના???
ઈચ્છા થઈ આજે શિક્ષક બનું....
પણ પ્રશ્ર્ન થયો યોગ્ય સંસ્કાર આપી શકીશ વિદ્યાર્થીઓ ને???
ઈચ્છા થઈ આજે પાયલોટ બનું....
પણ પ્રશ્ર્ન થયો શું લોકો ને મૌત તો નહીં આપું ને???
ઈચ્છા થઈ આજે સૈનિક બનું....
પણ પ્રશ્ર્ન થયો રક્ષા કરી શકીશ દેશની???
ઈચ્છા થઈ આજે માળી બનું....
પણ પ્રશ્ર્ન થયો ફૂલ ને ખીલવા દઈ શકીશ???
ઈચ્છા થઈ આજે કલાકાર બનું....
પણ પ્રશ્ર્ન થયો લોકોના લોકોના હાસ્યનું કારણ બની શકીશ???
ઈચ્છા થઈ આજે પ્રેમિકા બનું....
પણ પ્રશ્ર્ન થયો પ્રેમ સંપૂર્ણ પણે નિભાવી શકીશ??
ઈચ્છા થઈ આજે મિત્ર બનું....
પણ પ્રશ્ર્ન થયો નિભાવશે મિત્રતા ખરી???
ઈચ્છા થઈ આજે દીકરી બનું....
પણ પ્રશ્ર્ન થયો આશા પુરી કરી શકીશ માં-બાપ ની??
બસ નક્કી કર્યું હવે તો
માણસ બનું તો જ ઘણું છે....!!!!
--પર્લ મહેતા
-- Manish S Mehta
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111068990