લખ્યું છે બ્રેઇલમાં મારું મરણ એની ઉદાસી છે,
ઉપરથી હાથ આપ્યા છે અભણ એની ઉદાસી છે.
લીલાછમ ઘાસમાં વરસાદ વેરાયાની ક્ષણ વચ્ચે,
પગરખાં શોધવા નીકળ્યાં ચરણ એની ઉદાસી છે.
ને હું જાણું છું કથા તો પણ પાછળ દોડવું પડશે,
ફરે છે એક માયાવી હરણ એની ઉદાસી છે.
લખ્યું છે બ્રેઈલ માં.....
- મિલિન્દ ગઢવી