Love in Technical Language - Part:-1
વાત છે 2018 ના મધ્યકાળની...
વાત છે 19 વર્ષની ઉંમરની...
વાત છે પ્રેમરૂપી મોબાઈલની ભાષાની...
મારી નાજુક લાગણીઓ જ્યારે વહી રહી હતી...
તે સમયે અમારી મુલાકાત થઈ...
એકાંત વાતાવરણમા...શીત્તળ વોલપેપરની જેમ...
ખરેખર જેમ રેન્ડમ વોલપેપર સિલેક્ટ થાય...
તેવી જ રીતે આ એક રેન્ડમ મુલાકાત હતી...
પહેલા તો મારી RAM 1GB ની હતી...
મુલાકાત પછી આ જ RAM 2GB થઈ ગઈ...
ત્યાર બાદ જેમ નવો ફોન ધીરે ધીરે ફાવવા લાગે,
તેમ ધીમે ધીમે આ મુલાકાત ગહેરી બનતી ગઈ...
પછી થોડા દીવસો આવી જ રીતે શિત્તળમય વિત્યા...
સમયની સંગાથે અને કુદરતની હાથે સુધરતા સંબંધે...
પછી એક દીવસ અચાનક તે મારી નજીક આવી,
તેણે પોતાની ઉંડી અને મોટી આંખોને ઓપન કરી;
અને મારી નજરના મેનુ મા ગઈ...
ત્યાર બાદ થોડા સમય માટે તેણે આ મેનુને ધ્યાનથી નિહાળ્યુ...
પછી કોમળતા અને સહજતાથી તેણે
પોતાની ઈચ્છા સીલેક્ટ કરી...
અને મારા સ્પર્શને તેણે ડાઉનલોડ કર્યુ...
પછી ધીરે ધીરે...
તેણે વિશ્વાસરૂપી એન્ટીવાઈરસ ઈન્ટોલ કર્યુ...
અને હવે સ્પેસ ઘટતા હુ હેંગ થઈ ગયો,
મારી RAM હવે ઓછી પડતી હતી...
પછી મે તેની પાસે,
એક દીવસ જેટલા સમયનુ એલાર્મ સેટ કરાવ્યુ...
ધીમે ધીમે સેકન્ડો અને મિનિટો વધતી ગઈ...
એલાર્મનો સમય ધીમે ધીમે ટુંકાતો હતો...
વેધરની એપેલીકેશનમા તાપમાન વધતુ હતુ...
હવે તો એલાર્મ વાગવાનો સમય નજીક આવી ગયો હતો...
ત્યાર બાદ....
ક્રમશ: