પ્રેમી હોય કે પતિ.... પ્રેમિકા હોય કે પત્ની આ બંને જવાબદારી નો સંબંધ છે..
પણ પ્રેમ ક્યારેય કોઈ બંધન નો મહોતાજ નથી રહ્યો... કેમ કે ધડકનો ના પોતાના નિયમો હોય છે... એ હંમેશા માટે એક વ્યક્તિ વિશેષ માટે તો નથી જ ધડકતી. ક્યારેક આ જેની સાથે વાત કરવા થી મન આત્મા ને સંતોષ મળે એવી વ્યક્તિ માટે ધડકે છે, તો ક્યારેક જે એને પ્રેમ કરે છે એના માટે ધડકે છે.. હાસ્ય ના સાથી માટે ધડકે છે, દિશા સૂચક વ્યક્તિ માટે ધકડે છે, તો ક્યારેક દશા માં સાથ આપનાર માટે ધડકે છે, તો ક્યારેક ઉદાસી માં થી ખુસી તરફ લઇ જનાર વ્યક્તિ માટે ધડકે છે, પ્રેમ ક્યારેય કોઈ સંબંધ ના નામ નો મહોતાજ તો નથી જ હોતો. મિત્ર સ્વરૂપે પણ પ્રેમ મળે છે.. બસ પ્રેમ ને અનુભવતા આવડવું જોઈએ. મહેસુસ કરતા આવડવું જોઈએ, પ્રેમ આપતા આવડવું જોઈએ.. પ્રેમ ક્યારેય સીમાઓ માં બંધાતો નથી અને નિયમો સંયમિત પણ નથી જ થતો... પ્રેમ ના સ્તર અલગ છે અને વ્યક્તિએ વ્યક્તિએ લાગણી અલગ છે.. પણ આ બધું જ એક વ્યક્તિ માં મળી જાય તો ?
તો અહો ભાગ્ય કહેવાય.. કેમ કે જે આત્મીયતા ના સંબધ જેવો પવિત્ર સંબંધ તો કોઈ જ નથી હોતો.. ભલે તમે મળો કે ના મળો પણ એકબીજા ના મન માં માન સમ્માન આદર હંમેશા વધતું જ રહે છે.. બસ જરૂરત છે તો એક બીજા ને આત્મા સુધી પહોંચવા ની.. આત્મા સુધી પહોંચ્યા પછી બીજું કસું જ જોવા માં નથી આવતું કે એ કોણ છે એની લાઈફ માં કોણ છે એ શું કરે છે.. બસ એક ભાવ હોય છે મન માં કે એ બસ આત્મા થી જોડાયેલા રહે..