સગા
સાચા સગા હવે ભાગ્યે જ મળે છે
દિલમાં એ પ્યાર ભાગ્યે જ મળે છે
વેકેશનમાં મામાનું એ ઘર,પિત્રાઈઓ
હવે એવું વેકેશન ભાગ્યે જ મળે છે
રોજ આવે વ્હોટ્સ અપમાં ગુડમોર્નિગ
ઘરે પણ હવે કોઈ ભાગ્યે જ મળે છે
ગામ આખું ગણાતું સગુ સુખ દુઃખ માં,
હવે પાડોશી પણ ભાગ્યે.જ મળે છે
ફક્ત પોતાનું ઘર ને બાળકો, એ ભાવ
મા બાપ માટે જગ્યા ભાગ્યે જ મળે છે
સ્વાર્થી થતી જાય છે આ દુનિયા એવી,
દુર્યોધન મળે ,ભરત ભાગ્યે જ મળે છે
નાણાં ની પાછળ તૂટતા સંબંધો દેખાય છે
સંબંધો માટે ઘસાતા કોઈ ભાગ્યે જ મળે છે