Gujarati Quote in Thought by Nidhi Adhyaru

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીંદગી  એટલે surprise નો ખજાનો.  કયારે શુ થવાનુ એ ખબર ના હોય  છતા પણ  રોજ નવા સ્વપ્નો મા જીવવાની અનેરી મજા  રોજ કંઇ ને કંઇ  નવુ શીખવાડતી  પાઠશાળા  કયારેક  સપના સાચા કરી જાય  તો કયારેક  નિષ્ફળતા  મેળવી  ધણુ શીખી લઇએ. કયારેક અનુભવો જીવતા શીખવી દે તો કયારેક કોણ આપણુ છે તે બતાવી જાય  આમ જોઈએ  તો  દરેક  પરિસ્થિતિ  મા  લડતા શીખવી જાય. એકલા રહેતા  શીખવી જાય છે. જરૂરી નથી કે દરેક  સમયે  લોકો  આપણા વિચાર  ને સમજી શકે કયારેક વિચાર  ને positive way મા લેવામા આવે તો કયારેક  Negative  way મા પણ હા જો દ્રષ્ટિકોણ  positive હોય તો દરેક  પરિસ્થિતિ  મા  લડતા શીખવી જાય. સવારે એક કપ ચા થી શરૂ  થતો  દિવસ રાતે પરીવાર  સાથે જમવાથી પુરો થાય. રાતે જોવાયેલા સપના ની સવારે  હકીકત  મા બદલવા દોડધામ  મા દિવસો જાય  છતા પણ  દરરોજ  પ્યારી  લાગે. 

કયારેક  target પાછળ  દોડીએ. તો કયારેક  સપના  પૂરા  કરવા. 

કયારેક  જીંદગી  ની પળો ને માણીએ. અને  કયારેક  સ્વપ્નો મા જીંદગી  જીવી એ. અને જીંદગી  રૂપી  નાટક મા દરરોજ  નવા કિરદાર નિભાવીએ. 

જીંદગી એટલે  એક રંગમંચ  પર નિભાવાતા અનેક કિરદાર. 

કયારેક  હાસ્ય  નુ કારણ  આપી જાય  તો કયારેક  કોઈ મીઠી  યાદો  નો ખજાનો.  

શાળા  મા કેમ કેરિયર  બનાવુ એ શીખવાડયુ  જયારે  અનુભવો  એ કેમ જીવન  જીવવુ.

બધુ જાણવા  છતા કયારે મૌન  રહેવુ અને કયારે બોલવુ કયારે  શીખવુ અને કયારે શીખવવુ.

દિવસો ગણાયા પછી વષૉ  મા ગણાતી અને મૃત્યુ  પામ્યા  બાદ  કોઇ  ની યાદો  મા રહેલી  વાત એટલે જીંદગી. 
-નિધિ અધ્યારુ (યાશી )

Gujarati Thought by Nidhi Adhyaru : 111068686
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now