WHATSAPP
20 મી સદી નુ FB પછી નુ સૌથી ઉતક્રુષ્ટ નજરાણુ એટલે WHATSAPP.
શુ સમય બદલાયો છે ?
ના.......હજુ પણ ૧ કલાક મા ૬૦ મિનિટ છે, માણસો પણ એજ છે. પણ અધ્યતન સુખ સગવડ મળતા માણસ ની વિચારશૈલી બદલાયી છે.
પેહલા લોકો રાત્રે ભેગા થઇ નિરાંતે ઓટલા પર બેસી જે દિનચર્યા કેહતા એ હવે બોલ્યા વગર ખાટલા મા બેસી ને જ કરી લે છે.
આજુ બાજૂ વાળા ની પંચાત ચેટ મા થાય છે.
ગુડ મોર્નીગ થી લઇ ને ગુડ નાઇટ ફોરવર્ડ મેસેજ થી થાય છે.
ફરવા જઇ આવ્યા ના સબુત ફોટો મોકલી રજુ થાય છે.
પોતાની ફિલિંગ્સ હવે સ્ટેટસ મા વ્યક્ત કરાય છે.
5 થી વધારે મેસેજ સેન્ડ નથી થતા એ વિચારી ને થોડુ દુખ પણ થાય છે.
અને મેસેજ નો ઢગલો કરનારા ને મ્યુટ પણ થાય છે.
અતિશય આનંદ બતાવવા કોલ થાય છે તો
ગુસ્સો બતાવવા બ્લોક થાય છે.
ગમતા લોકો ના પ્રોફાઈલ પિક અને લાસ્ટ સીન ચેક થાય છે.
ટુંકમા પોતાના મોબાઇલ ના મોડેલ યાદ ના રાખી શકનાર વ્રુદ્ધ થી લઇને માંડ ચડડી પહેરતા શિખેલો બાળક જો પુછી લે કે વોટ્સએપ પર છો ? તો હવે નવાઇ નથી લાગતી.