હશે હરિ સંભળાતી તને આરદા મારી.
તેથી જ દૂર કરવી રહી તારે વિપદા મારી.
લઘુગુરુની વાત હવે તું છોડજે હરિ,
અધ્યાત્મ જગતે છે હજુ પ્રતિપદા મારી.
મારે તો નથી ભેદ ' હું- તું ' નો સુધ્ધાંયે,
સર્વસ્વ હરિ એજ બસ છે સંપદા મારી.
તું મળે યા ન મળે એ વાત કિસ્મતની,
પણ તારા જેવા રહે પાસે આશ સદા મારી.
તારે આવવું ઘટે હરિવર પ્રારબ્ધ પહેલાં,
પૂરી કરવી રહી ચાહ ખૂટે આવરદા મારી
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '