માતાપિતામાં વસે ભગવાન શ્રદ્ધા મારી.
એની સેવાને સદા સન્માન શ્રદ્ધા મારી.
દીનહીનમાં દયાનિધિ સર્વેશ્વર બિરાજે,
હોય જનેજનમાં જનાર્દન શ્રદ્ધા મારી.
અબોલપશુને દિલનાભોળા ભૂતલવાસી,
એનું કદી ન કરાય અપમાન શ્રદ્ધા મારી.
રંક, બીમાર,અસહાયને બાળક જેવા,
રહેવું એની સેવામાં મસ્તાન શ્રદ્ધા મારી.
જે વાવેને ઉછેરેને રક્ષે તરુવર પ્રેમથકી,
મુક્તિ મળી એને આસાન શ્રદ્ધા મારી.
ચૈતન્ય જોષી પોરબંદર. 'દીપક '