રુપ મહાન છે કે,ભાગ્ય...?
એક રાજા ના દરબાર મા નર્તકી પોતાની નૃત્ય કલા બતાવી રહી હતી....
પણ,આ રાજા ખુબ કદરૂપા હતા,એટલે નર્તકી ને રાજા સામે જોઇ ને હસવુ આવતુ હતું...રાજા એ આ વાત ની નોંધ લીધી..મહારાજ કદરૂપા જરુર હતા પણ અમિરાત થી એનુ જીવન ભરેલુ હતુ..નાચ પુરો થયો...રાજા એ હુકમ કર્યો "તમે મારા કક્ષ મા આવજો"
નર્તકી..ફફડવા લાગી એને થયુ મારું માર્મીક હાસ્ય મહારાજ જાણી ગયા હશે..?
મારા પર આસ્કત થયા હશે..?
શુ..હશે..?
રાજા ના કક્ષ મા ધ્રુજતા પગે દાખલ થયેલી નર્તકી ને મહારાજા એ..મીઠો આવકાર આપ્યો.."આવો બહેન...!!"
નર્તકી ને શાંતી થઇ.."મને બહેન કીધી" મને કમસેકમ મૃત્યુદંડ તો નહી જ થાય..
મહારાજા એ શાંતી થી પુછ્યુ.."બહેન તારુ નર્તન તો ખુબ સરસ હતુ પણ તને હસવુ કેમ આવતુ હતુ..?"
નર્તકી આડાઅવળી વાતો કરવા લાગી.."કંઇ નહી મહારાજ..એ તો મારો ઉસ્તાદ બહું સારુ વગાડતો હતો ને..એટલે હું એને દાદ આપતી હતી.."
મહારાજ કહે.."ના સાચું બોલ બહેન હું તને અભયવચન આપુ છુ બોલ.."
ત્યારે નર્તકી એ સાચી વાત કરી કે,"મહારાજ..જ્યારે રુપ ની વહેંચણી થતી હતી ત્યારે તમે ક્યા ગયા હતા..?"
રાજા એ સુંદર જવાબ આપ્યો.."બહેન રુપ અને ભાગ્ય બંને ની વહેંચણી એકસાથે હતી..હું ભાગ્ય લેવા રોકાઇ ગયો એમા રુપ વહેંચાય ગયુ..પણ તને મેં રુપ ની લાઇન મા જોઇ હતી..તું ભાગ્ય લેવા આવી ત્યા એ વહેંચાઇ ગયુ..!!"
આજે રુપ ને ભાગ્ય આગળ નાચવુ પડે છે..હવે તું જ નક્કી કર..ભાગ્ય મહાન છે..કે..રૂપ..??