નવી દિલ્હી: બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં CBIની એક સ્પેશિયલ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે 13 વર્ષ પછી આ કેસના 22 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. આમ હવે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં તમામ આરોપી દોષમુક્ત સાબીત થયા છે. કોર્ટે તેમના આદેશમાં કહ્યું છે કે, સરકાર અને એજન્સીએ આ કેસની તપાસમાં ખૂબ મહેનત કરી છે. પરંતુ કોઈ પણ પ્રકારના પુરાવા સામે આવ્યા નથી.
રાષ્ટીય: નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 10 મુખ્ય અને ખાનગી એજન્સીઓને કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાના કોમ્પ્યૂટરમાં આવેલા ડેટા તપાસવાનો અધિકાર આપી દીધો છે. દેશની સુરક્ષા માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવ્યો છે. ગૃહમંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી સૂચના પ્રમાણે, મહત્વની એજન્સીઓ કોઈ પણ વ્યક્તિના કોમ્પ્યૂટરમાંથી જેનરેટ, ટ્રાન્સમિટ અથવા રિસીવ થયેલા અને તેમાં સ્ટોર કરવામાં આવેલા કોઈ પણ દસ્તાવેજોને જોઈ શકે છે.
મુંબઈઃ શેરબજારમાં શુક્રવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેકસ 689.60 અંકના ઘટાડાની સાથે 35,742.07ની સપાટી પર બંધ રહ્યો હતો. જયારે નિફ્ટી 197.70 અંકના ઘટાડાની સાથે 10,754ની સપાટીએ બંધ રહ્યો હતો. રિયલ્ટી, બેન્કિંગ, આઈટી અને ઓટો સેકટરના શેરના વેચાણથી બજારમાં ઘટાડો નોંધાયો હતો. નકારાત્મક વિદેશી સંકેતો, અમેરિકા-ચીનની વચ્ચેનો વેપાર વિવાદ વધવાની શકયતાને કારણે સેન્ટીમેન્ટ ખરાબ થયા હતા.
અલ્બેનિયાઃ સંસદમાં વિરોધ કરવાની વાત આવે તો કાગડા બધે કાળા છે તેવી કહેવત ભારત સિવાય બીજા દેશોને પણ લાગુ પડે છે. યુરોપના એક નાનકડા દેશ અલ્બેનિયાની સંસદમાં દેશના વડાપ્રધાન ઈડી રામા ભાષણ કરી રહ્યા હતા ત્યારે કન્ઝર્વેટિવ ડેમોક્રેટ પાર્ટીના સાંસદ એંડરી હાસાએ વડાપ્રધાન પર ઈંડા ફેંકવાના શરુ કર્યા હતા. એ પછી સુરક્ષા કર્મીઓએ સાંસદને પકડી લીધા હતા.
નેશનલઃ છેલ્લાં કેટલાક દિવસથી ગૂગલ સર્ચિંગ ખૂબ વિવાદમાં રહ્યું છે. થોડા દિવસ પહેલાં ગૂગલ સર્ચ પર 'ઈડિયટ' સર્ચ કરતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સામે આવતી હતી. ત્યાર પછી 'ભિખારી' સર્ચ કરતાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો ફોટો આવતો હતો. ગુરુવારે ગૂગલ પર જ્યારે 'બાર ગર્લ ઈન ઈન્ડિયા' સર્ચ કરતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનું વીકિપીડિયા પેજ દેખાવા લાગ્યું હતું.
ભાવનગર: ઘોઘાના દરિયાઇ વિસ્તારમાં આવેલા પિરમબેટ ટાપુ પાસે મધદરિયે વરૂણ નામની ટગ બોટમાં કોઇ કારણોસર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ બોટ ડૂબવા લાગી હતી અને માત્ર 47 સેકન્ડમાં જ આખી બોટે જળસમાધિ લઇ લીધી હતી. બોટમાં 6 ક્રુ મેમ્બર સવાર હતા અને ત્રણને બચાવી લેવાયા છે
લખનૌ નસીરુદ્દીન શાહનો વીડિયો વિવાદાસ્પદ બની રહ્યો છે. ઉત્તર પ્રદેશના અમિત જાનીએ નસીરુદ્દીન શાહ માટે 14, ઓગસ્ટ, 2019ની મુંબઇથી કરાચીની ટિકિટ બુક કરાવી છે. તેમણે કહ્યું કે જો તેમને હિન્દુસ્તાનમાં ડર લાગે છે તો તે વિલંબ વગર પાકિસ્તાન જઇ શકે છે. 14 ઓગસ્ટે પાકિસ્તાનનો આઝાદી દિવસ છે અને 15 ઓગસ્ટ સુધીમાં આપણાં દેશમાંથી એક ગદ્દાર ઓછો થઇ જશે.
ગાંધીનગરઃ 400 કરોડ રૂપિયાના ફિશરિઝ કૌભાંડમાં ભાજપના મંત્રી પરસોત્તમ સોલંકી અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સાંઘાણીની મુશ્કેલીઓ વધી ગઇ છે, 400 કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આ બંનેત તત્કાલિન મંત્રીઓ સામે ગાંધીનગર કોર્ટે ઇસ્યૂ કરેલી ક્રિમિનલ પ્રોસેસ રદ્દ કરવાનો ઇન્કાર કરી દીધો છે,અને બે અઠવાડિયામાં ગાંધીનગર કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યાં છે