તને મળી કિસ્મતથી એક સુંદર નાર,
છતાં એ બંધનની રસમ તું ના ગાંઠે,
ભલા વાંઢા ની વેદના તું શું જાણે.
ઉઠે જાગે તું બધું તૈયાર મળે હાથે,
છતાં એની ભૂલથી ચઢી બેસે માથે.
ભલા વાંઢા ની વેદના તું શું જાણે.
શોર શરારત થી હર્યું ભર્યું તારું ઘર,
તોય એક ક્ષણ નો તું સમય ના કાઢે,
ભલા વાંઢા ની વેદના તું શું જાણે.
વાજા વગડાવી કર્યો ખર્ચો બેહિસાબ,
એ ઘરના હરખનો તું ફાયદો ઉઠાવે,
ભલા વાંઢા ની વેદના તું શું જાણે.
તારી પાસે સુંદર નાર,સાથે વડીલોનો સાથ,
એ સહુની ઈચ્છા થી તું જષ્ન મનાવે,
ભલા વાંઢા ની વેદના તું શું જાણે.
કહે લોક જોડા તો ઉપર બની જાય,
વિધિ ના લેખ પર તું મેખ તોય મારે,
ભલા વાંઢા ની વેદના તું શું જાણે.
થોડી કજાત થોડી કંકાસી હોય,
છતાં તારી પર લાડળી હેત વરસાવે,
ભલા વાંઢા ની વેદના તું શું જાણે.
કરવા સગપણ તારું બેલ્યા હશે પાપડ,
એ માવતરની આબરૂ રસ્તે ઉછાળે,
ભલા વાંઢા ની વેદના તું શું જાણે.
દીકરી પરણાવે સહુ જોઈ ધારી ધારી,
છતાં છેડે લમણે રાખી હાથ રોવે ભારી,
આવે કિસ્મત સામે ચાલી, આંખે પાટા બાંધે,
ભલા વાંઢા ની વેદના તું શું જાણે.
(આ કવિતા ફક્ત એવા લોકો માટે છે જેમને મળ્યું છે પણ ખપતું નથી)
Dp,"પ્રતીક"