એ બન્ને અગિયાર માળ ની બિલ્ડીંગ ની અગાશી પર સૌથી ઉપર ની પાળ પર બેઠા હતા.દિવાળી થી શહેર પ્રકાશમય ઓછું અને પ્રદુષિતમય વધુ લાગતું હતું.
"આ આપણી છેલ્લી દિવાળી!"
"પેહલી અને છેલ્લી પણ"
"હવે તો અંતિમ પગથિયે આવ્યા.હવે પહેલું બધું ભૂલી જવાનું"
"એ લોકો ના જ માન્યા."
"કેટલાને મનાવીશું?!"
બે માંથી એક વ્યક્તિ એ અગાશી પર થી પડતું મૂક્યું
બીજી વ્યક્તિ એ ઠંડા કલેજે પગથિયાં ઊતરી નીચે પડેલી લાશ ની આસપાસ એકઠી થયેલ ભીડ માં વધારો કર્યો!