આજે થોડી દુઃખી હતી અમુક કારણોસર.. ત્યાં અચાનક જીવન ની એક વાસ્તવિકતા જોઈ... બધું જ દુઃખ એ વાત પર થી હટી એક સત્ય ના સ્વીકાર તરફ વળી ગયું...
હું ને મારા પતિ એક tv show કાયમ સાથે જોઈએ.. એ હતા નહિ તો એમને એક એપિસોડ miss કર્યો.. એ આવ્યા કાલે તો હું એમને એ એપિસોડ વિશે વાત કરવા લાગી... એમાં એક છોકરો હતો.. એનું નામ હું ભૂલી ગઈ તી.. હું નામ વિચારતી તી એમને કેવા માટે.. થોડું વિચાર્યું પણ તોય સાચું નામ મોઢે ના જ આવ્યું.. એમને કીધું હશે કોઈ વાંધો નહિ નામ યાદ આવે ત્યારે કેજે..
આજે સવારે insta fb રોજ ની આદત મુજબ જોતી તી.. ત્યારે એક news જોયા એમાં એજ છોકરા નો pic હતો.. મારુ ધ્યાન એનું નામ વાંચવા તરફ ગયું.. પણ એ news હતા કે એક accident માં એનું death થઈ ગયું.. મને વિશ્વાસ ન આવ્યો.. બીજે બે ત્રણ જગ્યા એ જોયું એજ news હતા...
ત્યારે એક વાત સમજાણી, આપણે કેવી નાની અમથી વાત ને પકડી ને દુઃખી થઈ જઈએ છીએ..પણ આ બધું કઈ જ નથી... સત્ય છે કે એક દિવસ બધા એ જવાનું જ છે.. તો પછી આ રાગ દ્વેષ કોના માટે! એક જ વાત કેવી છે મારે અમુક વાત ને તાત્કાલિક ભૂલી જાવ.. પોતાની ભૂલ હોય તો માફી માંગો... બીજા ની હોય તો માફ કરી દો... અમુક એવી નાની નાની વાતો માં પોતાને જકડી ન રાખીએ...