શણગાર્યો છે યાદો નો હીંચકો આશા થકી
કાંતી છે સૂતર ની આંટી, પ્રેમ ના તાંતણા થકી
વાલમ ,લાગણી ના ઝૂલે પ્રેમ ની ઠેસ લગાવ !!
અચાનક બેવફાઈ નું તીર સનનનન છૂટ્યું
વિશ્વાસે મૂકેલું વહાણ, તો ય કેમ નું ડૂબ્યું ??
આંસુઓ નું અમસ્તું જ ભરાયું તળાવ !!
મારી સાથે કે સૌ સાથે કુદરત બી જાણે રૂઠી !
નાની શી વેલ પર એક વેદના ની ડાળખી ફૂટી
દુઃખ પણ દુઃખ માં થઇ ગયું ગરકાવ !!
આવ ને તારા વિના સૂકી જમીન બંજર સાવ
મરુભૂમિ પર ક્યારેય થશે પાણી નો છંટકાવ ?
જોજનો દૂર થી આવીને પાછો નાખ પડાવ !!
બસ તું જલ્દી આવ, બસ તું જલ્દી આવ !!