મારા હૃદયનો ધબકાર,એ દોસ્ત છે મારી,
મીઠા સંબંધનો કંસાર,એ દોસ્ત છે મારી.
થાય મુંજવણ જો મન માં મારા કદી,
કરી આપે ઉકેલ,એ દોસ્ત છે મારી.
જયારે રહું હું એકલો ઉદાસીની પળ,
આવી થામે હાથ,એ દોસ્ત છે મારી.
આવે આંસુ આંખો માં મારી જયારે,
લૂછે આંસુ બની રૂમાલ,એ દોસ્ત છે મારી.
સાચ્ચે હાસ્ય નો પીટારો ભર્યો એનામાં,
મને પણ હસાવે ખુબ,એ દોસ્ત છે મારી.
શું જોઈએ મારે ખુદ હું નથી જાણતો,
ગમતું આપી જાય, એ દોસ્ત છે મારી.
કરું શું તારીફ એની શબ્દો નથી મળતા,
ખરા જીવનો ક્ષાર,એ દોસ્ત છે મારી.
આવા તો સંબંધ ભાગ્યે મળે"પ્રતીક"
મને મળી કિસ્મત,એ દોસ્ત છે મારી.
Dp,"પ્રતીક"