#ajdevanshi
બીક ની રાત
એ રાત્રિની શરુઆત હતી, આસો ના અંત ના એક દિવસ પહેલા ની વાત હતી.
બે બધું નો સાથ હતો, એક ટાયરમા હવા વગરની સાઈકલની સવારી હતી.
હાથમાં બંદૂક હતી, એક રોલ ટોટાની પાકીટ હતી.
બીક મનમાં હતી,એકલીયા સુવરને શિયાળની એક વાત કાને ગુંજતી હતી.
એ રસ્તાની શી દશા હતી,મેટલના પાણા ને ખાડાની હરમાળ હતી.
ભુત પ્રેતની રાત હતી,ચારે કોર અંધકારમાં એક દિવ ની આશ હતી.
નવ કિમીએ મંઝીલ હતી, જલદી પોહચવા ચાર પગની તાકાત હતી.
બીકમા ઓછ હતી, ત્યાં રસ્તામાં નારી રાસલીલા રમતી હતી.
દર તો ડાહ્યા ને હતી, એતો મસ્તીમાં એકલી રમતી હતી.
જેમ જેમ નજીક આવતી, યાદ એની ઓળખાણ આવતી હતી.
તુંમરાઓનુ સંગીત હતું, મનમાં હનુમાન ચાલીસા ચોપાઈ હતી.
"નર"ની સફર હતી,એ રાત્રે કાળી ચૌદશ હતી.