સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ?
કળી કહે કે થોભ જરા હું ખોલી નાંખું દ્વાર.

પરોઢની પાંપણમાં સળવળ ફૂલગુલાબી પ્હાની,
હોઠે વ્હેતું પ્રભાતિયું ને હિંચકો નાખે નાની.

બધાં જ પુષ્પો મ્હેકી એને વ્હાલ કરે છે આમ,
આ તો સૂરજનો બાબો છે કિરણ એનું નામ.

તારાઓમાં પીંછી બોળી ચીતર્યું આખ્ખી રાત,
રંગબિરંગી પાંખો પ્હેરી નીકળી પડ્યું પ્રભાત.

Gujarati Blog by Naranji Jadeja : 111060412
Pranal Patel 8 year ago

જેની પણ હોય એની...પણ મસ્ત છે

Naranji Jadeja 8 year ago

bhai mari rachna nathi sorry copy lkhta bhulay gayu

Pranal Patel 8 year ago

જોરદાર સાહેબ.....જોરદાર......salute????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now