# મમતા....
હોય મધ્યરાત્રી કે પહેલો પહોર....
સૂતી હોવ ભર નીંદર માં....
તોય જ્યારે જ્યારે....
કાને પડે છે નવજાત શિશુનો....
રડવાનો અવાજ....
મનના ખૂણે સાચવી રાખેલી મમતા....
મને ત્યાં ખેંચી જ જાય છે....
હાથમાં લઈ એને હું ઘડી રમાડું તો....
ઘડી વાતો કરી લઉં....
એમ જ એનો ઉપચાર હું કરી લઉં....
એની જાણ બહાર જ....
ઉદર નો દુખાવો થાય શાંત ને એ લાગે હસવા મજાનું....
આમ જ હું મારી મમતા ને સૌ કોઈ માટે....
રાખું છું નિઃસ્વાર્થ....
મને મળે અમૂલ્ય ખુશી ને સુકુન....
ત્યાં બાળ ની માં ના જીવમાં આવે જીવ....
બધાય ના હોય બાળ એક બે જ....
મારા તો છે અસંખ્ય બાળ આ જગતમાં....
હોય એ માનવી કે હોય પશુઓના....
મારી મમતા રહે છે સદાય....
હરકોઈ માટે સમાન જ....
# સાંઈ સુમિરન....