ગુજરાતી મોર્ડન ગીતોની સમાજ પર થતી અસર
આજકાલમાં વાગતાં ગુજરાતી ગીતોને શું આપણે આપણાં સાહિત્ય સાથે જોડ્શું ? આ એક જટિલ પ્ર્શ્ન છે . અત્યારે એવા બિભત્સ ગિતો માર્કટ્માં આવી ગયાં છે કે તેને સાંભળતા જાહેરમાં પણ સંકોચનો અનુભવ કરીશું. પહેલાંના ગુજરાતી ગીતો નો એક અર્થ નિકળતો હતો જ્યારે આજનાં ગીતોમાં માત્ર સંકુચિત માનસિકતાનાં દર્શન થાય છે. આવા ગીતોને આપણે “ લોક્ગીતો” પણ કહેવાય નહિ. પ્રાચિન ગિતોમાંથી કોઈ અર્થ નિકળતો જે આજનાં ગીતોમાં બિલકુલ જોવા મળતો નથી.
અત્યારનાં સમયમાં જ બહુ પ્ર્ખ્યાત થયેલ ગીત “ લે ક્ચુકા લે “ – હવે આ ગીતને આપણે ફટાણું પણ કહિ ન શકાય. આ ગીતમાં વપરાયેલાં શબ્દો તદ્દન અર્થહિન જોવા મળશે. મારી જાણકારી મુજબ તો આ ગીત ને લીધે લગ્ન પ્ર્સંગમાં તોફાની જાનૈયાઓએ વેવાણો પર કચુકા ફેકતાં સબંધો બગડે તેવી હાલત સર્જાઇ હતી.
આવું જ એક બીજુ ગીત “ બોલો બોલો કે બોલવાનાં પૈસા નથી “ , “ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની “, “ મારા બાઈકમાં પંચર પડ્યું છે” – મિત્રો આવા તો ધણાં ગીતો છે પણ મે અહિ બહુ ઓછા ગીતો માત્ર ઉદાહરણ માટે લીધા છે. આવા ગીતો આપણી ગામડાની સંસ્ક્રુતીને કેવી જગ્યા પર લઈ જાય છે. દારુબંધી વાળા ગાંધીજીનાં ગુજરાતનો યુવાન રતનપુર બોર્ડર જવાની વાત કરીને આપણાં યુવાધન ને ગેરમાર્ગ દોરવાનો પ્ર્યત્ન થાતો હોય એવુ લાગે છે. આવા ગીતોનાં લીધે નાનાં બાળકોનાં માનસ પર આની ખુબ જ ખરાબ અસર થાય છે.
આવા ગીતો ને રોકવા માટે જેમ ફિલ્મો માટે સેન્સરબોર્ડ હોય છે તેમ આવા ગીતો ને પણ પહેલાં સેન્સરબોર્ડ આગળ બતાવીને રજુ કરવામાં આવે તો આપણી સંસ્ક્રુતી બચી જાશે અને યુવાનો અને બાળ માનસ પણ. આનાં લીધે ગીતોમાં જે બિભત્સ શબ્દોનો ઉપયોગ થાય છે તે પણ ઓછો થઈ જાશે.
ઠાકોર સુરેશ જી.