રોજબરોજ એકનાએક સવાલ પૂછે છે.
એમ કરીને એ મારા બસ હાલ પૂછે છે.
વાત કરે છે વર્તમાનની મારી સમક્ષ કદી,
હકીકતમાં એ મને મારી ગઈકાલ પૂછે છે.
આમ તો એ કર્મપથનો પથિક છે વળી,
એથી જ એ કર્મની મને ચુંગાલ પૂછે છે.
નથી ભાષા જરા પણ એની વૈખરી કદી,
શબ્દોમાં મધમીઠું લાવી વહાલ પૂછે છે.
છે સમૃદ્ધ વિચારવૈભવ તણી એ વાતમાં,
બનાવી મને પણ એ માલંમાલ પૂછે છે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '