Gujarati Quote in Blog by Ravina

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમુક માણસો ને દુઃખી થવું બવ ગમે.. તરત દુઃખી થઇ જાય.. કઈ નાની અમથી વાત પણ એમને કઈક વધારે પડતા જ દુઃખી કરી દે.. આવા એક મિત્ર મને મળ્યા...
મેં કીધું, "શુ ચાલે! "
તો કે, "અરે! વાત જ જવા દે... આમ થયું ને તેમ થયુ... "
એટલા દુઃખ ગણાવી દીધા કે જાણે આખી દુનિયા માં એક એમને જ આટલી સમસ્યા ઓ છે..
મેં એક સહજ સવાલ ફરી કર્યો, મેં કીધું ,"આ દુઃખો આખા ગામ ને કહી ને કે એના પર રડી ને કઈ ફેર પડે છે!"
એ હસી ને કેવા લાગ્યા, "ના રે ના.. આપણી સમસ્યા છે તો સમાધાન પણ આપણે જ ગોતવું પડે ને! "
આના પર થી મને રાજેન્દ્ર શાહ ની સરસ મજા ની પંક્તિઓ યાદ આવી ગઈ..
"ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર!"
મોરલ ઓફ the સ્ટોરી એ જ કે દુઃખ પર રડી ને પણ દુઃખ દૂર થશે નહીં, તો હસી દેવા વાળો વિચાર કેવો રહેશે!?

Gujarati Blog by Ravina : 111059930
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now