હરિનો શરણાગત થઈ જા, ચિંતા ના કર
હરપળ એનામાં રત થઈ જા, ચિંતા ના કર.
છોને દુનિયા હો દોરંગીને પ્રપંચી ભાતભાત,
તું એમાં જલકમલવત્ થઈ જા, ચિંતા ના કર.
છે હરિ ચિંતામણિ તારું મનભાવન મળશે.
એનો હવે તું હરવખત થઈ જા, ચિંતા ના કર.
તારી રજેરજનો એને ખ્યાલ છે ના ભૂલીશ,
સંતહરોળમાં ગતાનુગત થઈ જા , ચિંતા ના કર.
તત્વ સાંપડશે તને જે ભવોભવની ઝંખના,
પામી જઈ એને તથાગત થઈ જા, ચિંતા ના કર.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '