કવિતા:-"પ્રેમ"
શરીર ને નહીં પણ, કોમળ શ્વાસ ને થઈ જાય!!!!!
પૂર્ણ એવાં અંતર નાં અહેસાસ નેં અનુભવાય !!!!!
જીવન અનેં મરણ ની વચ્ચે પણ, જીવી જવાય!!!!
ઘડપણ માં પણ, યુવાની નું કારણ બની જાય!!!!
શ્વાસો નાં સરળ સગપણ બંધાઈ જાય!!!!
અલ્લડ એ આંસુઓનો મહાસાગર થઈ જાય!!!
વિશ્વાસ નાં વ્હાણે, એ જીવનભર તરી જાય.!!!!
સંવેદનો થી ઉભરાતાં દરિયા ને પણ, મળી જાય!!!!
ભાવના ભીની નદી નું શાંત વહેણ બની જાય!!!!
પાત્રતા જોયા વગર એ ક્યારેય કોઈ ને પણ, થઈ જાય!!!!!
પણ, થઈ ગયાં પછી, પાત્રતા નેં વરી જાય!!!!
અચાનક થી આમ, પ્રેમ થઈ જાય!!
જીવન આખું પછી, આહ્લાદક જીવાઈ જાય!!!!
એકવાર, બસ, પ્રેમ થઈ જાય,
પછી, રાધા નેં મીરાં ની જેમ,
આજીવન વિરહ પણ, આનંદ થી સહેવાઈ જાય!!!!!
મીસ. મીરાં....