આપણે સંબંધો સાચવવા જ નથી...
કેમ?
જો આ વોટ્સએપમાં જાહેર કરવું છે કે આજે મેં શું પહેર્યું.
આજે મેં એક વિડ્યો ટિકટોકમાં બનાવ્યો, જે કદાચ વાયરલ થઈ જાય.
યુટ્યુબમાં જીવન (બિન)જરૂરી ટિપ્સ વાળા વિડ્યો જોવાનાં હજી થોડા બાકી છે.
આ બધાં માંથી ટાઈમ મળે ત્યારે આપણી આજુબાજુ સગા સંબંધીઓ કુટુંબીઓને મોબાઈલ વાપરતાં વાપરતાં હા કે ના માં જવાબ આપી દીધા છે.
બસ ત્યાંજ તકલીફ ચાલુ થઈ. હા કે ના વાળા લાગણીહીન પ્રતિસાદો સંબંધો સાચવવા કોઈ દિવસ કારગર રહેતાં નથી.
આપણે બીમાર પડીએ, લગ્ન કે પ્રસંગ કરીએ ત્યારે બોલાવજો યુટ્યુબ, ટિકટેક , વોટ્સએપને.. આવશેને એ આપણી પાસે આપણું સુખ ઉજવવા અને દુઃખ વહેંચવા કેમ?