Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉરની અનુભૂતિ અક્ષરોમાં લાવતી કલમ.
સદા સંગિની હરહંમેશ મને ફાવતી કલમ.

કોઈ ભાવ ભીતરના આબેહૂબ કંડારતી,
કવિની વેદનાને વંદનાને ઠાલવતી કલમ.

આમ તો નિર્જીવ થૈને સંવેદના સમજતી,
અંતરથી સંબંધ કેવો રે સાચવતી કલમ.

રહેતી ઘરમાં તોયે ક્યાં સુધી પહોંચનારી,
પ્રત્યેકના પ્રતિભાવને એ ઝીલતી કલમ.

મૂક તોય બની વાચાળ કેટલું કહી જતી,
કવિ કે લેખકસંગ કેવી એ ખીલતી કલમ.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111058722
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now