ખેડૂત
આસો ને કારતક મહિના આવ્યા પાસ, ઉરમાં ઘઉં વાવવા ની આસ.
બિજ ની લીધી ઉત્તમ જાત, બળદને લઈ જાઉં આવી પ્રભાત.
હાલ ને જટ હળને જોડું, ખેતર સાથે આ દેહને ખેડૂ.
પહેલું પાણી વ્હાલનુ પાયું,સાંજ પડી ખાલી વાળું ખાયુ.
હજી બી અંકુરિત થાય, એને જોઇ હૈયું હરખાય.
રાત ના લાઈટના વારા, પાણી પાવા કરવા ઉજાગરા.
શિયાળાના ઠંડા વાયરા વાય, કળકળતી ટાઢમાં કાયા ઠૂઠવાય.
રાતમાં રોજળા ને સુવરના કેર,ચોંકી કરવી ચારો ફેર .
ફાગણે સોનું પાકે, આંખ સામે નવા સપનાં આકે.
લાગણી લણી ને ભેગા કરું, બાર દાન ની બોરી ભરુ.
લઈ જાઉં ભર બાઝારે,તોય ભાવ ન મળે હજારે.
કહે આ જગતનો તાત, ઘરમાં ઘરના કરે રોજ ઉત્પાત.
વહે આંસુ એને ચોધાર,"નર" કહે કોણ એનો પાલન હાર.
નારાણજી જાડેજા