Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તરસી રહ્યાં નયન મારાં તુજ મિલન કાજે.
હરખી રહ્યાં નયન મારાં તવાગમન કાજે.

ક્વચિત ઉર પણ રખે ધબકારા ચૂકી જતું ,
તલસી રહ્યા કર્ણ મારા તુજ વચન કાજે.

મનગતિ બની મન્મથ સઘળું ભૂલાવનારી,
વરસી રહ્યાં નયન મારાં હસ્તધૂનન કાજે.

વિરહાગ્નિ બની બળવત્તર દિલ દઝાડતો,
મલકી રહ્યા ઓષ્ટ મારા તવ ધડકન કાજે.

થયું આચ્છાદિત અંતર નવનીત સમું જે,
ચળકી રહ્યાં કુંડળ મારાં તવ નયન કાજે.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111058554
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now