Mango people parivar taraf thi angadvadi na badko ne nasta nu vitaran ___ badko khuskhusal _________avo sathe mali ne koik na smit nu karan banie sau sahabhagi banie___________નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર દ્વારા જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ભીમવાસ અને ગંજીવાળાની ટોટલ ૩ આંગણવાળી ના બાળકોને શુદ્ધ, પૌષ્ટિક અને ઘરનો બનાવેલ નાસ્તો આપવાની શરૂવાત કરી છે. જેમાં ઘરે જ બનાવેલ પૌવા બટેટા , ઈડલી - ચટણી અને કઠોળ જેવા નાસ્તો આપવા માં આવી રહ્યો છે.
ગરમ ગરમ અને પૌષ્ટિક નાસ્તો મેળવી અંદાજે ૫૦ થી વધુ બાળકોના ચહેરા પર આવેલ સ્મિત અદભુત હૉય છે. સંસ્થા દ્વારા અહીં વધુ પ્રવૃત્તિઓ પણ થતી રહેશે તેવું સંસ્થા પ્રમુખ જણાવી રહ્યા છે.આંગણવાળીમાં સતકર્મ કરવા માટે શિલ્પાબેન મશરૂ અમલાની, નરેન્દ્રભાઈ રાઠોડ, રાજુભાઈ ત્રિવેદી અને મેંગોપીપલ પરીવાર ની જામનગર ટીમ દ્વારા સુંદર જહેમત ઉઠાવવામાં આવેલ.