અમારો અબડાસા (અસાંજો અબડાસા)
આપણા દેશનો સૂર્યાસ્ત જ્યાં થાય છે (મોટી ગુહાર તાલુકા : લખપત ) અને દેશ નો સૌથી મોટો ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો અમારો કચ્છ વિવિધતા ધરાવતો પ્રદેશ છે. નાના મોટાં ડુંગરા , ત્રણ બાજુ સમુદ્ર, સમતળ રણ આવા ત્રણ કુદરતી ભૌગોલિક વિવિધતા બહુ જૂજ જગ્યાએ જોવા મળતી હોય છે. સાંસ્કૃતિક દ્રષ્ટિ એ પણ આ પ્રદેશ અલગ ભાત પાડે છે. અલગ બોલી, અલગ ભાષા, ઘણી બધી
પેટા જ્ઞાતિ આધારિત જીવનશૈલી ધરાવે છે. તેમની રહેણીકહેણી, હાથ કસબ માં પણ વિવિધતા જોવા મળે છે.
આજે આપણે વાત કરશું અબડાસા તાલુકા ની કેટલીક જાણી અજાણી વાતો ની. કોઈ પણ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ક્ષેત્ર નક્કી કરવા અંગ્રેજી મૂળાક્ષર “Z” ને અનુસરવા આવે છે એટલે કે જે ક્ષેત્ર સૌથી પશ્ચિમ માં હોય તેને પ્રથમ ક્રમાંક આપવામાં આવે છે આ દ્રષ્ટિએ ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકા ભેગા કરી ને 01 અબડાસા વિધાનસભા ક્ષેત્ર બનાવાયુ છે#. અબડાસા ઘણા બધા મા ક્ષેત્રમાં 01 છે જેમ કે સીમેન્ટ ઉત્પાદન. સાંઘી અને આદિત્ય બિરલા જૂથ દ્વારા મોટાપાયે વિદેશ માં નિકાસ કરવામા આવે છે. ગુજરાત માત્ર બે જગ્યાએ બોક્સઇટ ખનીજ મળે છે તેમાંથી એક નરેડી રિઝર્વ અબડાસા માં આવેલું છે. પવન ઊર્જા ક્ષેત્રે પણ આ વિસ્તારે સારું કાઠું કાઢ્યું છે.
ભારત મા વિલુપ્ત ના આરે ઉભેલુ ઘોરાડ (great Indian bustard) પક્ષી નું અભ્યારણ્ય આવેલું છે. ગુજરાત નું પ્રથમ હેરીટેજ વિલેજ ‘તેરા વિલેજ’ તેના રામાયણ ના ચિત્રો, કિલ્લો અને ત્રી સ્તરી તળાવ માટે પ્રખ્યાત છે. દર વર્ષે ઠંડી માં નંબર એક બનવાનુ બિરુદ મહદઅંશે પાટનગર નલિયા એ જાળવી રાખ્યું છે. દરેક સરહદીય પ્રદેશ ના અમુક સારાં અને અમુક નરસા પાસા હોય છે એમ અમુક નકારાત્મક બાબતો માં પણ અબડાસા પ્રથમ નંબર પર છે. ગુજરાત મા સૌથી ઓછો વરસાદ અબડાસા અને લખપત તાલુકામાં પડે છે. એંસી અને નેવું ના દાયકામાં આ પ્રદેશ દાણચોરી મા પ્રથમ ક્રમાંકે રહ્યો હતો ખાસ કરીને સોના અને ચાંદી ની દાણચોરી હાલ માં સ્થિતિ મહદઅંશે કાબુ છે પણ ક્યારેક છમકલાં થતાં રહે છે.
અબડાસા તાલુકાના(પ્રદેશ) નું નામ વીર પુરૂષ અબડા અડભંગ ના નામ પરથી પાડવા મા આવ્યું છે. સિંધ પ્રદેશ માં સત્તા મેળવવા માટે
રાજકીય ખટરાગ મા ચનેશ્ચર પોતાના ના ભાઈ ઘોઘા સુમરા રાજા વિરુદ્ધ દિલ્હી ના સુલતાન અલ્લાઉદીન ખિલજી ને સિંધની સત્તા અને સિંધ ની સુમરી સુંદરીઓ ની લાલચ આપી ચઢાઈ લહી આવે છે. સિંધ પ્રદેશ થી લગભગ 140 જેટલી સુમરા જ્ઞાતિ ની સુંદર નારીઓ કચ્છ તરફ આશ્રય માટે પ્રયાણ કરે છે. રસ્તા મા આવતા નાના મોટા ગામના આગેવાનો, રજવાડાં તેમને વધતે ઓછે અંશે મદદરૂપ થાય છે અને તેમને વડસર ના અબડા અડભંગ પાસે જવાની સલાહ આપે છે. વડસર મા અબડા અડભંગ તેમનુ ભલે આવ્યા બહેનો. (કચ્છીમાં ભલે આયા ભેનરીયું) હિન્દુ રાજા હોવા છતાં મુસ્લિમ મહિલા નુ સ્વાગત કરે છે. પાછળ આવી રહેલા અલ્લાઉદીન જે રસ્તો ભૂલી ગયો હોય છે તેને તેના રાજ્ય મા ના બધા કપાસ મંગાવી તેને સળગાવી સુલતાન ના સૈન્ય ને વડસર તરફ વાળે છે. અંતે 72 દીવસ ના યુદ્ધ પછી સંવત 1356 શ્રાવણ સુદ 12 ના 40 વર્ષ ના અબડા અડભંગ વિરગતી પામે છે. તેમના મૃત્યુ નિપજ્યાં બાદ તેમના રાણી અને અન્ય રાજપુત સ્ત્રીઓ જૌહર કરે છે જ્યારે 100 જેટલી સુમરી ઊંડા ખાડા મા સમાઈ જાય છે.