મારી ભણતર
લખૂ હું મારી કહાની, કેમ વિતી શાળા ની કહાની.
કાલી ઘેલી શૈશવની શાળા, વ્હાલને નોતા કોઇ વાળા.
પ્રાથમિકની પ્રભાત પ્રાર્થના, કરતા વંદન નમન અને અર્ચના.
ન હતો ભણતરનો ભાર, હતું તો મિત્રો ના હાથો નું ગળે હાર.
રાખતા માસ્તરનુ માન, મળી જાય સામે તો આપતા સન્માન.
સાહેબ આપે દરરોજ લેશન, છતાં ક્યારેય ન હતું ટેન્શન.
કાયા ને કાઠ વધી, હાઇસ્કૂલમાં જાવાની હૈયે ઉમંગ વધી.
આઠ નવ ને દસ, ધ્યેય એક બૉડની પરીક્ષા પાસ કરવી બસ.
પરિણામે આવે છે નાપાસ, રહી ગઈ અધુરી બધાની આસ.
બાર મહિના મજૂરી કરી, આગલા વર્ષે ઈરછા પુરી મારી ઠરી.
શિક્ષકે આપ્યું શિક્ષણ, કરસે આગળ જતા તમારું રક્ષણ.
મા પિતાના આશિષ વચન, ભણાવવામ લાગશે તારું મન.
મળી જીવન સંગીની, વધામણી માં બાર પાસની લાગણી.
કપરો થયો કોલેજ કાળ, સાથે હરે ને ફરે "નર"ને નાર.
વિત્યા એમાં વર્ષ ત્રણ,ભાઈ અને બહેન કહે હજુ ભણ.
આવી રહી સોળ વર્ષ ની સફર, પછી મળી હમસફર.