કવિતા:
ઓ માધવ મારાં....
ગોકુળ ને તું છોડી ગયો, મથુરા માં જઈ નેં વસી ગયો, લાગ્યું મામો કંસ તારો થઈ ગયો, તારી રાધા નેં તું ભૂલી ગયો!!!!!
તારી રડતી આંખો માં મુજ નેં જોઈ ઓધાજી એજ કહ્યું કાનો રાધા નો જ રહી ગયો.
હસ્તિનાપુર જઈ વસી ગયો, પાંડવો નો તું થઈ ગયો, સખી દ્રૌપદી નેં મન તું વસી ગયો, થયું મારો, વ્હાલો મનેં ભૂલી ગયો!!!!
ઓધાજી નાં એક એક આંસુડે, વિશ્વાસ માં તું વસી ગયો, નેં ,મનડેં માન્યું કાનો મારો જ બની નેં રહી ગયો.
દ્વારકા નાં દરિયે જઈ નેં તું તોફાનો નેં વરી ગયો, રુક્મણી નો પતિ તું બની ગયો, દ્વારકાનાથ તું ગણાઈ ગયો, થયું સુદામા નેં ભૂલી ગયો, પણ, સુદામા નાં ચરણ પખાળતો તું મનેં દેખાઈ ગયો, ખરેખર થયું તું મારો જ રહી ગયો!!!!!
આંસુડા તારાં પડ્યાં મારાં વિરહમાં,નેં આંખની પાપણેં એનેં ઝીલ્યા મેં, ત્યારે જ તનેં સમજાયું કે, આંસુડે ની એ ધાર નો તું થઈ ગયો, અનેં ઉઘાડી આંખે આજીવન જીવેલી રાધા નો જ તું રહી ગયો....
ગયો ગમે ત્યાં તું ઓ માધવ, પણ, તારી રાધા નો જ તું રહી ગયો.....
મીસ. મીરાં......