જિંદગી કઈ તુફાની સાગર ની કસ્તી નથી .
તમારા વિના ક્યાય આ નગર મા વસ્તી નથી .
ચહેરા અનેક ટકરાયા છે આ ચહેરા સાથે ,
તમારા જેવી કોઈ ચહેરા મા મસ્તી નથી .
કવિતા છે તો જીન્દગી જીવવા જેવી લાગે છે,
નહીં તો આ કવિ ની કોઈ હસ્તી નથી .
દિલ ના જખમ ને કઈ રીતે બતાવું અનિલ ,
તમે આપેલી વેદના છે કઈ સસ્તી નથી .
અનિલ ભટ્ટ