ચૂંટણી ટાણે કેવા દેખાય નેતાજી.
પછી ના કદીએ ડોકાય નેતાજી.
સભાઓ ભરી હરખાતા નેતાજી.
સાદાં વસ્ત્રોમાં પરખાતા નેતાજી.
વચનો મધમીઠાં આપતા નેતાજી.
પ્રજાને એ છેતરી જાતા નેતાજી.
વિરોધપક્ષ પર વરસતા નેતાજી.
પોતાને ઊંચેરા સમજતા નેતાજી
પ્રજાહિતની વાતો કરતા નેતાજી.
પોતાનું ભાણું ભરતા નેતાજી.
ઉલળીને ભાષણ દેતા નેતાજી.
માલદાર માગણ દેખાતા નેતાજી.
મત કાજે એ કરગરતા નેતાજી .
પછી એ મોઢું ફેરવતા નેતાજી.
ચૈતન્ય જોષી પોરબંદર.' દીપક '