દેશબંધુ
'આ અવનિ માં પારકું કઈ નથી
છીએ પોતાના આપણી નજર નથી
આ આકાશ માં એકતા દેખાય છે
તો સમાન ધરતી માં કદર નથી,
' આ અખંડ છે ભારત
પણ એમાં તોડનાર કમ નથી.
છીએ માનવી પોતાના પણ
પારકા કહેવાવાળા કમ નથી.
છો હરીફાઈ મા આગળ ભાઈ થી
હારનારો ભાઈ છે ખબર નથી,
બહુજન હતા આપણે ભારત ના એકલા કેમ બન્યા ખબર નથી,
' હતી કૂટનીતિ એ સમયએ દ્રોણની
આજે એકલવ્ય કોણ? ખબર નથી.
અખંડ ભારત ને શોભતો હતો સંપ
સચવાતો નથી કેમ? ખબર નથી
હું છું પંખી સમાજ કેરૂ
આટલો 'દુષ્કાળ' કેમ ખબર નથી, પાંખ છે ઉડવા આપણે
કાપનારા ની કમી નથી
આ અવનિ માં "અતિત"છે આપણું
ભારત નું શું બનશે? ખબર નથી.
( અતિત - રતનપુરી )
કમલેશ શ્રીમાળી
ત્રિશરણ કેરિયર એકેડેમી
પાલનપુર 9662457041