....હંમેશ હું ઊભા પગે દોડતી
....હંમેશ હું ચીંધ્યું કામ કરતી
....હંમેશ હું પડ્યો બોલ ઝીલતી
..........ને મારી ઝંખનાઓ અધ્યાહાર !!
............કારણ કે હું ક્યારેય "ના" ના પાડી શકી !
....હું ઓફિસ ના બૉસ નું પ્યાદું
....હું કલિગ્સ નું રેડી રેકનર
....હું તૈયાર અકબંધ પડીકું
.........જે સૌ ખોલી(ફોલી) ખાવા તૈયાર !!
............કારણ કે હું ક્યારેય "ના" ના પાડી શકી !
....હું સાસુ સસરા ની ટેકણ લાકડી
....હું ઘર પરિવાર નો આધાર
....હું મિત્રો માટે વાતો નો ઓટલો
.........ને મારી ઈચ્છા આકાંક્ષાઓ લાચાર !!
............કારણ કે હું ક્યારેય "ના" ના પાડી શકી !
....ક્યાં કદીયે કોઇએ કરેલું દબાણ ?
.... મેં તો ખુદ જ બનાવી આ માયાજાળ !
.... ને એમાં સપડાઈ ગઈ છું આબાદ
.........ને હવે લાગે છે આ બધા નો ખૂબ ભાર !!
.............કારણ કે હું ક્યારેય "ના" ના પાડી શકી !