A very beautiful poem written by my guru my idol my best friend Mrs. Padmakshi Patel to dedicate my daughter MANASVI.
ચાલતી ધીમે ધીમે એની કોમળ પાયલ પહેરેલી પગલી નાની,
એ પાયલના રણકારથી હદયમાં વાગતી વીણા મજાની.
ઝીણી પાનની કોતરણી અને મોરલાનો રૂડો પાયલે આકાર,
મલકતું આખુંય ઘર મધુર નાદે જયારે ચાલે છાની માની.
મ્હેંકાવે ઉપવન,રંગ જમાવે કાલીકાલી એની બોલી,
શોભતી રૂપાની પાયલીયા ગુલાબી ગુલાબી પગની પાની,
નિર્દોષ નયનોમાં ભારોભાર કૂતૂહલ દેવી દિકરીના રૂપમાં,
સહ્રસો નમણી નવયૌવના સામે લાગતી તેણી અતિ ફાની.