છલકતી જોઈને મોસમ તમારી યાદ આવી ગઈ,
હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ...
પ્રણયના કોલ દીધા'તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઈ.....
નિહાળ્યો જયાં કોઈ દુલહનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એજ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઈ.....
અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં, એવા આશયથી,
ઊઠાવી જયાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઈ.......
✍ ✍ ✍