આવુ એના મોઢાથી સાંભળિને હુ સ્તબ્ધ થઈ ગયો હતો... જાણે થોડા સમય માટે તો દિનેશ મરી ગયો હતો... પછી એનો જે નવો પાર્ટનર હતો એ મારા માટે પાણી લઈ આવ્યો... મે પાણી પિધુ અને પછી તો ખબર નઈ મને ગુસ્સો આવી ગયો.
હુ એને થપ્પડ મારવા જતો જ હતો કે તરત જ એ છોકરા એ મારો હાથ પકડિ લીધો અને પછી અમારા બન્ને લચ્ચે ઝઘડો થયો.. મને યાદ છે કે જ્યારે અમારા બંનેનો ઝઘડો થતો હતો ત્યારે પોલીસ પણ દુર ઉભા રઈને જોતા હતા પણ નજીક ન આવ્યા..
પછી અમારા બંનેનો ઝઘડો બંધ થયો.. મિત્રો મને એ વસ્તુ યાદ આવે છે કે ઝઘડો બંધ કરાવતી વખતે એ છોકરી એના નવા પાર્ટનર ને ગાલ પર હાથ મુકીને સમજાવતી હતી કે જાન આના સાથે શુ કામ મગજમારી કરો છો.. આપડે કોઈ જરુર નથી એના મોઢે લગવાની...
મિત્રો કેવુ લાગ્યુ હશે મને ત્યારે કે જે 3 વર્ષ થી એની કાળજી કરતો હતો.. 3 વર્ષ માં એને ખુશી આપવા માટે કેટલી બધી અંગત વસ્તુઓને ખોઈ બેઠો હતો એ જ છોકરી મારા સામે હજી 3 જ દિવસ નાં રિલેશન માટે મને સાઈડ પર કરીને એની ચિંતા કરવા લાગી.. ?
હવે છોકરા એ એને ઓટોમાં બેસાડિને જવાનુ કહી દિધૂ અને એપણ જતો રહ્યો.. બસ પછી હુ એકલો જ સુરત ના અઠવાગેઇટ વિસ્તારમાં એક નાનકડુ બસ સ્ટેન્ડ હતુ ત્યા જ બેસીને રડવા લાગ્યો.. મારા હાથ માં સગાઈની વિટી હતી મે કાઢીને એક બાજુમાં અંકલ હતા...
મારી લાઈફ માં હુ પહેલી વાર ખુબ રડ્યો હતો...કારણ કે હૂ હવે એ ચિંતા તો છોડિ જ બેઠો હતો કે એ મને છોડશે.. હુ તો એ પ્લાનિંગ માં હતો કે હવે બસ એને લઈ જ જઈશ થોડા દિવસ માં ઘરે... હવેઅચાનક જ આવુ થાય તો શુ થાય?
હવે હુ બેસીને રડતો હતો અને એનો ફોન આવ્યો કે ફટાફટ સ્ટેશન આવો.. હુ ઓટો પકડિને ત્યા ગયો...એ બેઠિ હતી.. હુ એના પાસે જઈને થોડો દુર બેઠો અને રડવા લાગ્યો... હવે એ એમ બોલી ગઈ કે એમા શુ રડવાનુ... એમાં મને વધારે મન પર લાગી ગયૂ..
એ મેસેજ આવતી કાલે.... ???