મારી કવિતા :
હું માનું છું ઇશ્વર માં પણ ઇશું માં નથી માનતો,
હું માનું છું અલ્લાહ માં પણ પૈગંબર માં નથી માનતો,
હું માનું છું ભગવાન માં પણ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ માં નથી માનતો.,
હું જાવ છું ચર્ચ માં પણ પ્રાર્થના નથી કરતો,
હું જાવ છું મસ્જિદ માં પણ નમાઝ નથી પઢતો,
હું જાવ છું મંદિર માં પણ પગે નથી લાગતો.,
જે શાંતિ ચર્ચ આપે છે એ ઇશું નથી આપી શકતા,
જે સંયમ મસ્જિદ આપે છે એ પૈગંબર નથી આપી શકતા,
જે શુંકૂન મંદિર આપે છે એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નથી આપી શકતા,
હું માનું છું શ્રુષ્ટિ નો છે એક સર્જનહાર પણ હું એના જુદા જુદા નામ માં નથી માનતો.