આજે સ્વાર્થ ની ચારણી થી જયારે સંબંધો ને ચાળ્યા ,
પાત્ર મારું ખાલી રહ્યું, ઉપરછલ્લા જ સંબંધો ભાળ્યા !
સ્વાર્થ ના કાંકરાને નિસ્વાર્થ પ્રેમ ની સાવરણી થી વાળ્યા,
તો યે મતલબી દુનિયા એ ખુદગર્જી ના ઢોલિયા ઢાળ્યા !!
...એમ લાગ્યું કે જીન્દગી ના બધાં વર્ષો એળે જ કાઢ્યા !!!