આજે ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકાર બેફામ સાહેબનો જન્મદિવસ છે. પરંપરાગત ગઝલમાં તેમનું મોખરાનું નામ છે. અનેક યાદગાર શેર આપીને તેમણે ગુજરાતી ગઝલને મુઠ્ઠી ઉંચેરી બનાવી છે. �
?” કોણ જાણે મુજ હૃદયના ભાવને?
કોણ જાણે તુજ વિના? બતલાવને. ”?
#ચૌદ વર્ષની ઉમ્મરે સામાયિકમાં છપાયેલી પહેલી ગઝલનો મક્તા.
?” તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઇને
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઇને.”?
?કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.
સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઈ બચશે, લાગણી કરશું અમે.
પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.
તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.
– બરકત વિરાણી ‘બેફામ’
?જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો;
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.
ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.?
– બરકત વિરાણી ‘બેફામ’
?અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.
ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.
હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.
સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.
જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં..!!?
– બરકત વિરાણી ‘બેફામ’