આપણા દિલ માં આપણા જીવન માં આવતા દરેક વ્યક્તિ માટે એક ખાસ જગ્યા હોય છે.. ક્યારેક સંજોગોવશ કોઈ વ્યક્તિ આપણી જોડે ના રહે તો એ જગ્યા ખાલી થઈ જાય છે... આપણે ક્યારેક એ જગ્યા ને ભરવા જાણે અજાણે આપણે બીજી વ્યક્તિ ગોતવા લાગીએ છીએ... ક્યારેક એવુંય બને કે આખી જિંદગી ગોતવા છતાં કોઈ ના મળે... ત્યારે આપણે નિરાશ થઈ ભાગ્ય ને દોષ આપીએ છીએ... ખરેખર તો કોઈ ના થકી કોઈ બીજા ની જગ્યા ભરવી શક્ય જ નથી..દરેક વ્યક્તિ પોતાની રીતે યોગ્ય જ છે...નવા વ્યક્તિ માં જૂની વ્યક્તિ ની છબી ગોતવા જશો તો કદાચ તમે એની ને તમારી જાત બેય જોડે અન્યાય કરશો... એની નવી જગ્યા બનાવી એને સ્થાન આપો...અને પેલી ખાલી જગ્યા ને ખાલી જ રેવા દો..અને હા, અમુક ખાલીપા સાથે જીવવાની પણ અલગ જ મજા છે...