કલ્પના
જેની કલ્પના એ ભરી ઉંચી ઉડાન હતી..
એ દીકરી "કલ્પના" ભારતની તો શાન હતી..!!
નાના શહેરમાં જન્મી, તોય નાસામાં જેની પહેચાન હતી..
એ દીકરી "કલ્પના" ભારત ની તો શાન હતી..!!
ભાઈ બહેન ની પ્યારી અને માબાપ ની દુલારી હતી..
એ દીકરી "કલ્પના" ભારતની તો શાન હતી..!!
જેણે આપી ભારતીય નારી ને નવી પહેચાન હતી,
જેની પ્રેરણાથી ઘણા ની કલ્પના એ ભરી ઉંચી ઉડાન હતી..
એ દીકરી "કલ્પના" ભારતની તો શાન હતી .!!
ભલેને સમાઈ અંતરિક્ષમાં, પણ ત્યાંથી ઝગમગ થઈ વસી આપણા દિલમાં,
કારણ કે,
એ દીકરી "કલ્પના" આપણા દિલ નો સરતાજ હતી..!!