સમર્પણ ની કોઈ હદ ખરી? કોઈ વ્યક્તિ કેટલું સમર્પણ કરી શકે. ને સામે પક્ષે કેટલી અપેક્ષા હોય. તો જવાબ આવશે અનહદ. ઓગળી જવાની પણ કોઈ હદ નથી હોતી ને ઓગાળવાની પણ કોઈ હદ નથી હોતી. નમક દરિયામાં પોતાની જાત વિલીન કરી નાખે છે સામે પક્ષે દરિયો એને પણ સમર્પિત થઈ ખારો થઈ જાય છે. સમર્પણ આવું હોય તો જ ખરું બાકી એ જ દરિયો છે જેમાં પથ્થર ઓગળતા પણ નથી. તમે જાત ભૂલી જાઓ તો સામે પણ અસ્તિત્વ વિલીન થવા ને લૂંટાઈ જવા આશવંત હોય, એ જ ખરું સમર્પણ. સમાઈ જવામાં જે આનંદ છે એ ઢોળાઈ જવામાં નથી. બસ વિલીન થઈ જાઓ પછી જે ઇચ્છસો એ મેળવી શકશો, પ્રેમ, કરુણા, નિજાનંદ, બધું જ.....