Gujarati Quote in Blog by Reshma Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન એ એકલો પ્રવાસ છે પણ આ પ્રવાસમાં એનેકવિધ લોકો આપણા હમસફર બની જાય છે. એ લોકો સાથે એટલી બધી આત્મીયતા બંધાઈ જાઈ છે કે એમના વગર જીવવું અઘરું બની જાઈ છે. એક દિવસ પણ એમના વગર વિતાવવો કપરો બની જાઈ છે. પણ સમયના ભેદી વળાંકો ક્યાં કોઈ જોઈ શકે છે કે જાણી શકે છે? આજે એકસાથે હસતાં - રમતાં એ લોકોનો સુખનો સમય અણધાયોૅ, અલ્પકાલીન બની જાય છે. અને બંને જણાં એકબીજાથી છૂટા પડી જાય છે.
આમ જ એક પછી એક બધાં જ પ્રિયજનોનો સાથ છૂટતો જાય છે. શ્ચાસ રુંધાતો જાય છે અને તેમ છતાં જીવનયાત્રા આગળ વધતી જ જાય છે. શું આ જ જીવનનો સાર છે?......... રેશમ

Gujarati Blog by Reshma Patel : 111050168
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now