Gujarati Quote in Song by Bhavesh

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહે છે લોકો આપણને નદીના
કિનારા બે..!
એમને કોણ સમજાવે..?
ભલે રહ્યા ભિન્ન પણ એક જ નામથી
ઓળખતા આપણે બે..!!

કહે છે લોકો આપણને નદીના
કિનારા બે..!
એમને કોણ સમજાવે..?
એક લાગણીના સેતુ અને પ્રેમના હેતુ થી
જોડાતા આપણે બે..!!

કહે છે લોકો આપણને નદીના
કિનારા બે..!
એમને કોણ સમજાવે..?
એકમેકના અસ્તિત્વને ટકાવવા
તત્પર આપણે બે..!!

કહે છે લોકો આપણને નદીના
કિનારા બે..!
એમને કોણ સમજાવે..?
વહેતી સરિતા અને સાગરના મિલનના
સાક્ષી આપણે બે..!!

કહે છે લોકો આપણને નદીના
કિનારા બે..!
એમને કોણ સમજાવે..?
કયારેક સ્થિર તો કયારેક આમજ
વહેતા આપણે બે..!!

કહે છે લોકો આપણને નદીના
કિનારા બે..!
એમને કોણ સમજાવે..?
વેરાન કે લીલાછમ પણ સદા એકમેકના જ
રહેતા આપણે બે..!!

Gujarati Song by Bhavesh : 111049739
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now