ખુદા તારા દરબારમાં...
ખબર નથી પ્રશ્ન શું પુછાતો હશે ?
આત્મા તે જ પરમાત્મા તો..પછી..પથ્થર કેમ પુજાતો હશે ...!
ભવ-ભવના કરેલા ભેગા આવે તો એ ભવ કેમ ભુલાતો હશે ..!
અહીંના કરેલા ...અહીં જ ભોગવવા પડે તો ....
સ્વર્ગ અને નર્ક કેમ ચલાવતો હશે !
નિતી તે જ ધર્મ ...તો નિતીને નેવે મુકી ...
ધર્મનો વાયરો કેમવાતો હશે !
કહેવાય છે કે
તારી ઇચ્છા વિના ...
એક પત્તું પણ હલતું નથી....પણ મને લાગે છે કે .....આ માનવીના મન આગળ તો ...
તું પણ મુંજાતો હશે....
. . . . . . . .