*મૃત્યુ*
કહે છે શાશ્વત છે
આ મૃત્યુ ,
તોય જાણે કેમ ભાગતું
મન "તું" ...?
કરી જા કોઈ એવું
કામ "તું" ,
અને બનાવ મૃત્યુ ને
મહોત્સવ "તું"...!
કહે છે નક્કી જ છે
નવજીવન ,
તોય જાણે જીવ કેમ
મોહ લગાવે "તું" ...?
કરી જા આ જીવનમાં
જ એવા કર્મ "તું" ,
અને બનાવ આ કર્મ ને જ
નવજીવન નો પર્યાય "તું"...!
ગુજરાતી રસધારા સ્પર્ધા માં શોર્ટ એન્ડ સ્વીટ વિભાગમાં મારી આ રચના બીજા નંબર ની વિજેતા રહી...